મોરબી : મોરબીમાં યુવાન લાપતા બન્યો હોવાની તેની પત્ની સીતાબેન બલ ગોપાલ ઘુન્કેલ ઉવ.૩૩ રહે આલાપ રોડ શ્રી રામ સોસાયટી મોરબી મુળ રે. વિવસ્તી નગર તા. ઘનગડી જી. કૈલાલી નેપાળવાળીએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુમસુદા નોંધાવેલ કે, તેનો પતિ બલ ગોપાલ ઘુન્કેલ (ઉવ.૩૩ રહે આલાપ રોડ શ્રી રામ સોસાયટી મોરબી મુળ રે. વિવસ્તી નગર તા. ઘનગડી જી. કૈલાલી નેપાળ) વાળો કોઇ પણ કારણોસર ઘરેથી કોઇને કાંઇ કહ્યા વગર ક્યાક ચાલ્યો જતા ગુમ થયેલ છે. પોલીસે આ અંગે નોંધ કરી યુવાનની શોધખોળ હાથ ધરી છે.