Sunday, November 24, 2024
HomeNewsMorbiમોરબી ના જેતપર ગામે કોંગ્રેસ ના સમર્થન માં જંગી સભા યોજાઈ :...

મોરબી ના જેતપર ગામે કોંગ્રેસ ના સમર્થન માં જંગી સભા યોજાઈ : હાર્દિકે ભાજપ પર કર્યા ધારદાર પ્રહારો

હાર્દિકે સ્મૃતિ ઈરાની અને ભાજપ પર ધારદાર પ્રહારો કર્યા હતા અને સ્થાનિક પ્રશ્નોને વાચા આપવામાં પૂર્વ ધારાસભ્ય અસફળ રહ્યા : ભારે લીડથી જીત અપાવવા હાર્દિક પટેલનો જેતપર ગામે હૂંકાર સાથે જ સ્મૃતિ ઈરાની ના નિવેદન પર આક્ષેપો કર્યા હતાં અને સ્થાનિક પ્રશ્નો ને બાકાત રાખી નિવેદન કર્યા હોવાના ધારદાર પ્રહારો કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં કોંગ્રેસ અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસના ઉમેદવાર જ્યંતી પટેલને જીતાડવા ગામે ગામના પ્રશ્નો જાણવા અને તાગ મેળવવા પ્રવાસ મોરબી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી કરી રહ્યો છે ત્યારે આજે હાર્દીક પટેલે મોરબી શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કર્યો હતો અને ખેડૂતો તેમજ ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો જાણ્યા હતાં તેમજ ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ના ગામ માં કોંગ્રેસ ને જબરું સમર્થન મળ્યું છે તો બીજી બાજુહાર્દિક પટેલને સાંભળવા 2 હજાર થી વધુ જનમેદની ઉમટી પડી હતી જેમાં હાર્દિક પટેલે સભા ને સંબોધી ભાજપ અને આજે મોરબી આવેલા સ્મૃતિ ઈરાની પર ધારદાર સવાલો કર્યાં હતાં એટલું જ નહીં તેને ભાજપ દ્વારા ફક્ત વાયદાઓ જ કર્યા હોવાના આક્ષેપો કરી અને આજે સ્મૃતિ ઈરાની ની સભાને વરરાજા વિનાની જાન ગણાવી હતી ઉલ્લેખનીય છે કે આજે ભાજપની સભામાં સ્મૃતિ ઈરાની નીંહાજરીમાં ખુદ ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા જ હાજર ન હતા જેને લિધે અનેક તર્ક વિતર્ક સર્જાયા હતાં ત્યારે હાર્દિકે સીધું સ્મૃતિ ઈરાની પર નિશાન તાક્યું હતું સાથે જ સ્મૃતિ ઈરાનીએ હાર્દિકને કોંગ્રેસનો નોકરિયાત ગણાવ્યો હતો ત્યારે હાર્દિકે પણ કોંગ્રેસ સારી છે નોકરીએ તો રાખે છે ભાજપની જેમ ગદારોને સ્થાન નથી આપતી તેમ કહી રસ્તાઓ હજુ પણ2015 થી એવાને એવા જ છે તેવું જણાવી સીધા જ મેરજા પર આક્ષેપો કર્યા હતા હાર્દિકે લોકોના પ્રશ્નોને વાચા આપવા ફરી જયંતિ પટેલને 25 હજારની લીડથી જીતાડવા પણ જેતપરની પ્રજા ને અપીલ કરી છે ત્યારે ભાજપ ના કાર્યક્રમ માં જ તેના કાર્યકરો ના ખિસ્સા કપાઈ ગયા ની વાત પર નિશાન તાકી ભાજપના લોકો આખા દેશને કાતરી ગયા છે ત્યારે ખીસ્સા કાતરું નો શુ વાંક છે તેવી રમુજી ટિપ્પણી કરી હતી મોરબીના જેતપર ખાતે હાર્દિક પટેલે મંદિરમાં દર્શન કરી અને બાદમાં લીંબડી ખાતે જવા રવાના થયા છે સાથે જ આગામી એન્ટ્રી વિજય સરઘસ સમયે કરવા પણ જેતપર ના લોકોને વચન આપ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!