મોરબીમાં ઇન્કમટેક્સની ૫૦ થી વધુ અધિકારીઓ ની ટીમ દ્વારા છેલ્લા બે દિવસથી ક્યુટોન સીરામીક માં સર્ચ ચાલુ છે જે દરમિયાન ક્યુટોન સીરામીકના સાહિત્ય ,દસ્તાવેજ તેમજ ડિજિટલ ડેટા ફંફોરવામાં આવી રહ્યા છે જેમાં લેવડ દેવડ સહિતના અનેક વ્યવહારો હાથ લાગ્યા છે. જેમાં ક્યુટોન સીરામીકના બ્રાન્ડ એમ્બેસેડર અને બૉલીવુડ અભિનેતા અનિલ કપૂર ને આપવામાં આવેલ ફી ની રકમ જે ક્યુટોન સીરામીક ના ચોપડે દર્શાવવામાં આવેલ છે તે રકમ ખરેખર ચૂકવવામાં આવેલ રકમ કરતા ઓછી દર્શાવવામાં આવેલ હોવાની.માહિતી મળી રહી છે જેથી હવે આ ઇન્કમટેક્સ ના દરોડનો રેલો બોલિવુડ અભિનેતા અને ક્યુટોન સીરામીક ના બ્રાન્ડ એમ્બેસેડર અનિલ કપૂર સુધી પહોંચે તો નવાઈ નથી.
પરમદિવસે મોડી સાંજ થી મોરબીની અન્ય પેઢીઓ કે જેઓ ક્યુટોન સીરામીક સાથે લેવડ દેવડ કરેલ છે તે ડેસ્ટીની વિટ્રીફાઇડ એલ એલ પી,ડેસ્ટીની સિરામીક પ્રાઇવેટ લિમિટેડ,ઓરડેઈન સિરામીક..એલ એલ પી
ડીવાઈન સિરામીક પ્રાઇવેટ લિમિટેડ,ડીવાઈન આર્ટની મોરબી-૨ માં આવેલ ઈશાન સીરામીક ઝોન ખાતે આવેલ ઓફીસમાં પણ દરોડા ચાલુ છે અને સર્ચ કરવામાં આવી રહ્યું છે તેમજ એકાઉન્ટન્ટ ના રફાળેશ્વર સ્થિત ઘરે પણ સર્ચ ઓપરેશન ચાલુ છે અને પેઢીઓના ડાયરેક્ટર સંતોષ ખંડેલવાલ,દિવ્યા સરધારા છે જેમાંથી સંતોષ ખંડેલવાલની ગઈકાલે મુંબઈ થી અટકાયત કરેલ હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે.