વાંકાનેર તાલુકાના ભોજપરા સિમ વિસ્તારમાં આવેલ કારખાનામાં રહેતી શ્રમિક મહિલાને તાવ આવતા અને લોહીની ટકાવારી ઘટી જતાં મોત થયું થયુ છે જેમાં મૃતક મહિલા જ્યોત્સનાબેન શેખાભાઈ ઉર્ફે શંકરભાઇ નાયકા (ઉ.વ.૧૮ રહે હાલ ક્યુરેક્ષ સીરામીક ભોજપરા સીમ તા.વાંકાનેર મુ.રહે.જામલા ગામ, તા.જી.છોટાઉદેપુર) વાળી પ્રેમી અનકેશભાઈ ટીનીયાભાઈ રાઠવા સાથે રહેતી હતી અને મૃતક મહિલા ત્રણ માસની ગર્ભવતી પણ હોય અચાનક તાવ આવી જતાવાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાથી વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવી હતી જ્યાં બેભાન હાલતમાં જ તેનું મોત થયું હતું અને પ્રાથમીક તપાસમાં તાવ આવવાથી અને લોહીના ટકા ઘટી જવાથી મોત થયાનું સામે આવ્યું હતું જેથી વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.