મોરબી જિલ્લા પોલીસ દ્વારા દેશી દારૂ વેંચતા અને પિતા લોકો પર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે પરન્તુ હજુ પણ અવાવરું જગ્યાઓમાં દેશી દારૂની ભઠ્ઠી ઓ ચાલી રહી છે જેના પર પોલીસે તવાઈ હાથ ધરી છે.
જેમાં વિગત મુજબ માળીયા(મી) પોલીસ દ્વારા માળીયા તાલુકાના હરિપર ગામે આવેલ મચ્છુ નદીના કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો અને દરોડા દરમિયાન ગરમ આથો ૫૦ લીટર જેની કી. રૂ ૧૦૦ ,ઠંડો આથો ભરવામ બેરલ ૧ અને ઠન્ડો આથો ૨૦૦ લીટર કી. રૂ.૪૦૦,૧૦ લીટર દેશી દારૂ ભરેલ કેન કી રૂ.૨૦૦ અને ભઠી ના સાધનો બકડીયું રૂ.૪૦,નળી મળી કુલ રૂ.૭૪૦ના મુદામાલ સાથે મહિલા આરોપી જેતુંન ફતેમામદ કટિયા (ઉ.વ.૪૫ રહે.હરિપર તા.માળીયા) વાળીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.