Tuesday, November 26, 2024
HomeGujaratમાળીયા(મી): 'અમારી સાથે ફોનમાં વાત કેમ નથી કરતી?' કહી ત્રણ ઈસમો માહિલા...

માળીયા(મી): ‘અમારી સાથે ફોનમાં વાત કેમ નથી કરતી?’ કહી ત્રણ ઈસમો માહિલા પર તૂટી પડ્યા

માળિયામાં ફોનમાં વાત ન કરવાથી એક મહિલા પર ત્રણ શખ્સો એ ધોકા વડે હુમલો કરીને માર મારી ગાળો ભાંડી હતી જેથી ફેક્ચર જેવી ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

જેમાં માળીયા(મી) પોલીસ મથકે હનીફાબેન દાઉદભાઈ સામતાણી એ ફરિયાદ નોંધાવી છે કે ગત. તા.૧ ના રોજ સાંજના છ વાગ્યા આસપાસ રોલીયા વાઢ સ્થિત ફરિયાદિના ઘરે આવી ત્રણ શખ્સો ઇબ્રાહિમ યુસુફભાઈ સામતાણી, અલ્તાફ યુસુફભાઈ સામતાણી અને હુસેન યુસુફભાઈ સામતાણી (રહે.બધા હેમલાય ફળિયું, શેખ ટીંબા અંદર અંજાર કચ્છ) વાળાએ આવી “અમારી સાથે ફોનમાં વાત કેમ નથી કરતી” કહી ધોકા વડે હુમલો કર્યો હતો અને ગાળો ભાંડી હતી જેથી ફરિયાદીને ડાબા હાથમાં ફેક્ચર તેમજ વાંસાનાં ભાગે મૂંઢ ઈજાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જેથી માળીયા(મી) પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!