Monday, November 25, 2024
HomeGujaratમોરબીનાં બુટલેગરને પાસા એક્ટમાં સુરત મધ્યસ્થ જેલ ખાતે ધકેલાયો

મોરબીનાં બુટલેગરને પાસા એક્ટમાં સુરત મધ્યસ્થ જેલ ખાતે ધકેલાયો

ગુજરાતમાં વાર તહેવારે અને લગ્ન પ્રસંગમાં અનેક નશાખોરો વિદેશી દારૂની મહેફિલો માણતા હોય છે. ત્યારે આવા નશાખોરો અને તેઓને નશાની લતમાં ડૂબાડતા બુટલેગરો સામે પોલીસે કમર કસી છે. ત્યારે અનઅધિકૃત રીતે ચોરી છુપીથી અંગ્રેજી દારૂના વેચાણકર્તાને મોરબી એલસીબી દ્વારા પાસા તળે લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીનાં પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઇ. એમ.આર. ગોઢાણીયાને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઇશ્યુ થયેલ પાસા વોરંટનાં આદેશનું પાલન કરવા જરૂરી સુચના આપેલ હતી ત્યારે એમ.આર. ગોઢાણીયાનાં માર્ગદર્શન હેઠળ એન.બી.ડાભી તથા એન.એચ.ચુડાસમા તથા એલસી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફે મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ જે.બી.પટેલના પાસા હુકમ અન્વયે હળવદનાં જુના દેવળીયાનાં રહેવાસી અને હાલ હરીઓમપાર્ક સોસાયટીમાં રહેતા રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ પટેલ(ઉં.વ.૨૯)ને દારૂના ગુનામાં પકડી પડેલ હતો જેને આજે પાસા એકટ તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત હવાલે કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!