મોરબીમાં રોંગ સાઇડમા આવતા એક ડમ્પર ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવી ઇક્કોસ્પોર્ટ કારને હડફેટે લીધી હતી. જેને કારણે કારમાં સવાર એક યુવકને ગંભીર ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સરવર દરમિયાન મોટ નીપજ્યું હતું.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના માળીયા(મીં) તાલુકાના અમદાવાદ-માળીયા હાઇવે રોડ ઉપર આવેલ માણાબા ગામના પાટીયા સામે આવેલ પુલ ઉપર ગઈકાલે સાંજના સમયે GJ-12-BT-5942 નંબરની ડમ્પરનો ચાલાક રોંગ સાઇડમા આવતો હતો. અને બેફામ રીતે રોંગ સાઇડમા ચલાવી સામેથી આવતા વાહનચાલક સાથે અકસ્માત થવાથી પોતાનુ અથવા સામાવાળાનુ મૃત્યુ નિપજી શકે તેઓ સંભવ હોવાનુ જાણતો હોવા છતા પોતાનું ડમ્પર ત્યાંથી લઈને જતો હતો. તે દરમિયાન તેણે માળીયા-અમદાવદ હાઇવે રોડ ઉપર હળવદથી માળીયા તરફ આવતી ઇક્કોસ્પોર્ટ કારને હડફેટે લીધી હતી. જેને કારણે કારમાં સવાર ૩૬ વર્ષીય ગુંજન મોહનભાઇ રાજગોર નામના શખ્સને ઇજા પહોંચી હતી. જેથી સ્થાનિક લોકોએ 108ને ફોન કરી સ્થળ પર બોલાવ્યા હતા અને યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જયારે ડમ્પર ચાલાક ડમ્પર મૂકી ફરાર થયો હતો. જે અંગે માળીયા મીં. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.અને પોલીસે ડમ્પરના ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.