મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઈ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસે વરલી ફીચરનો જુગાર રમાડતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે.
ગારીયા ગામના પુલ પાસે જાહેરમાં વરલી ફિચરનો જુગાર રમાડતા બેનેને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે. આ બંને પાસેથી રોકડા રૂપિયા રૂ. 4800/-ની મતા પોલીસે કબજે લીધી છે. તેમજ આરોપીઓ પાસેથી પોલીસને વરલી ફીચરના જુગારની કાચી ચિઢ્ઢીઓ પણ મળી આવી છે. તેમજ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જયસુખ ધરમસીભાઇ રોજાસરા અને શૈલેષ મલાભાઇ રાતડીયાને ઝડપી પાડ્યા હતા. તેમજ બંને વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨(અ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.