મોરબી જિલ્લામાં આપધાતનો સિલસિલો યથાવત રહેતા તેમના પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. ત્યારે મોરબીમાં અણીયારી ગામમાં એક યુવકે તો રોહીશાળા ગામે એક કિશોરીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના અણીયારી ગામની સીમમા રમેશભાઇ વરસડની વાડીમાં રહી મજૂરીકામ કરતા વિજય ભીમાભાઇ સંગાળા નામના 25 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે તેને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોકટર વૈભવીબેન મહેતા દ્વારા યુવકની તપાસ કરી તેને મૃત જાહેર કર્યો હતો.
જયારે અન્ય બનાવમાં રોહીશાળા ગામે ચમનભાઇ મગનભાઇ કંકાસરીયા ની વાડીએ રહેતી રાયુબેન દીલીપભાઇ મહેરા નામની 16 વર્ષીય કિશોરીએ ગઈકાલે કોઈ અગમ્ય કારણો સર પોતાના રહેણાંક સ્થળે જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.