Sunday, November 24, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં મેઘો અનરાધાર : મચ્છુ-૧ ડેમ ૮૦% ભરાતા નીચાણવાળા ગામોને કરાયા...

મોરબી જિલ્લામાં મેઘો અનરાધાર : મચ્છુ-૧ ડેમ ૮૦% ભરાતા નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ

મોરબી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાં પટેલ ભારે વરસાદના કારણે મચ્છુ-૧ ડેમ 80% ભરાયો છે. જેને પગલે ડેમની નીચાણમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ નદીના પટમાં ન જવા સૂચના આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લાના સેક્શન અધિકારી એન.વી. પટેલ ડેમ સાઇટ – જાલસીકા દ્વારા જાહેર કરાયેલ સુચી મુજબ,મોરબી જિલ્લાનાં વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ પાસે આવેલ મચ્છુ-૧ ડેમની ઉપરવાસમા છેલ્લા થોડા દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. જેને કારણે ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે. તેમજ હજુ પણ પાણીની આવક ચાલું રહેતા ડેમની સંગ્રહશક્તિના 80.28 % ડેમ ભરાય ગયો છે. જેથી ડેમની હેઠવાસમાં આવતા

વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વાંકાનેર-શહેર, મહિકા, કોઠી, ગારીયા, જોધપર, પાજ, રસીકગઢ, લુણસરીયા, કેરાળા, હસનપર, પંચાસર , વઘાસીયા, રાતીદેવળી, વાંકીયા, રાણેકપર, પંચાસીયા, ઢુવા, ધમલપર તેમજ મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર સહિતના ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!