મોરબીમાં છેલ્લા છ દિવસથી શ્રીમદ ભાગવત સપ્તાહનું જાજરમાન આયોજન થયું છે જેમાં આ કથા શ્રવણ નો અત્યાર સુધી લાખો લોકોએ લાભ લીધો છે.
જેમાં આજે સપ્તાહના છેલ્લા દિવસે મોરબી માળિયા પૂર્વ ધારાસભ્ય અને શ્રીમદ ભાગવત સપ્તાહના આયોજક કાંતિલાલ અમૃતિયા ને ચાંદી ભારોભાર ઝોખવામાં આવ્યા છે જેમાં પૂર્વ ધારાસભ્યના ઉદ્યોગપતી મિત્રો દ્વારા ૮૪ કિલો ચાંદીથી પૂર્વ ધારાસભ્યની રજત તુલા કરવામાં આવી હતી તેમજ આ ૮૪ કિલો ચાંદી ઉપરાંત તેમાં પાંચ લાખ જેટલી રકમ ઉમેરીને સદકાર્યો માટે વાપરવામાં આવશે એવું પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.