ટંકારા ના શ્મશાન સામે શરમજન ધટના : બે વર્ષ થી ટુટેલા રોડ પર કાકળાચારા કરી કામ ચલાવાઈ છે. બે બે જીલ્લા પંચાયત ના સદસ્ય ની સુચના ને એનાજ વિભાગે ધ્યાને ન લીધી. મુખ્ય સેવક માટે રાતો રાત રોડ ના કામ કરતા અધિકારી ને પ્રજા ની પરેશાની ની પરવા પણ નથી ભારોભાર રોષ.
ટંકારા ના અમરાપર ટોળ રોડ પર ઉગમણી બાજુ આવેલા મુખ્ય શ્મશાન ગ્રુહ કે જ્યા સદગત ની અંત્યેષ્ટિ અર્થે હજારો નગરજનો આવતા હોય અને વાકાનેર ને જોડતો મુખ્ય રસ્તો સાથે હજારો ખેડૂતો ના નાના મોટા વાહનો અને જણસ આજ રસ્તે થી યાર્ડ સુધી પહોંચતી હોય એવો રસ્તો ગત વર્ષે પડેલા અનરાધાર વરસાદ થી ભસ્ટાચાર ના પોપડા ઉખડી નાખ્યા હતા અને રીતસર ના ત્રણ ચાર ફુટની કડુ પડી હતી જેમા રોડ વિભાગ દ્વારા કાકળા ચારા કરી માત્ર ધુળ ને પાણા નાખી ગાડું ગબડાવી દીધુ હતું અને વરસાદ રહી ગયા બાદ ડામર કામ કરી નાખશુ નુ કહી જતા રહ્યા હતા જેને આજે મહિના વિત્યા બાદ પણ ડોકિયું ન કરતા અને મુખ્ય મંત્રી જે આપણો સેવક છે એના માટે રાતો રાત લાલઝાઝમ સમાન રોડ રીપેર કરતા તંત્રની ડાંડાઈ સામે ભારોભાર રોષ ફેલાયો છે અને જીલ્લા પંચાયત ના સદસ્ય મહેશ રાજકોટિયા ની સુચના ને પણ ધોળી ને પિ જનાર તંત્ર ને જેટલી શાબાશી આપી એટલી ઓછી છે. ત્યારે આ રોડ ક્યારે કાળો થાય છે એ જોવુ રહુ.