વાંકાનેરમાં જુના ઝઘડા મુદ્દે મારમારી થઈ હતી.જેમાં જુના ઝઘડાનો ખાર રાખી એક ઈસમે ફોટોગ્રાફરને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે એક ઈસમ સામે માર માર્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર નગરપાલિકા કચેરી પાસે રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા મેહુલભાઇ વિનયચંદ્ર મારુ (ઉ.વ.૪૦) એ આરોપી જાવેદ મહમદભાઇ મતવા (રહે સિપાઇ શેરી વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૮ ના રોજ ફરિયાદીને અગાઉ છ એક માસ પહેલા આરોપી સાથે માથાકુટ થઈ હતી. તે બાબતનો ખાર રાખી આરોપીએ આ કામના ફરિયાદીને ફોન કરીને વાંકાનેર નગરપાલિકા પાસે બોલાવીને ગાળો આપી ઝપાઝપી કરી તેને બે વખત જમીન ઉપર પછાડી દઇ ફરિયાદીને જમણા ખભ્ભા પાસે હાંસડીમા ફેકચર જેવી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


 
                                    






