મોરબીના રફાળેશ્વર ગામે મોટરસાયકલ નો અવાજ કરી નીકળતા યુવાનને અવાજ કરવાની ના પાડી જ્ઞાતિ પ્રત્યે અડધૂત કરી માર મારવામાં આવ્યો.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રફાળેશ્વર ગામે આવેલ મચ્છુનગર વિસ્તારમાં આવેલ ભરવાડ ની દુકાન પાસે આ કામના ફરિયાદી મીનાબેન ગિરધરભાઈ વાઘેલા રહે મચ્છુનગર રફાળેશ્વર વાળા નો દીકરો મનોજ પોતાનું મોટરસાયકલ અવાજ કરીને નીકળતો હોય ત્યારે આ કામના આરોપી જેતાભાઇ ભરવાડનો દિકરો તથા બે અજાણ્યા માણસો મનોજ ને રોકી ઉપરાંત ફરિયાદીના માતા લીલાબેન સહિતના લોકો ને ઉભા રાખી જ્ઞાતિ પ્રત્યે અડધુત કરી ફરીયાદીના દિકરા મનોજને લોખંડના પાઇપ તથા લોખંડના સળીયા વડે જમણા ખંભા ઉપર તથા ડાબા પગના ઢીંચણ ઉપર ઘા મારી મુંઢ ઇજા કરી તેમજ ફરીયાદીને તથા ફરીયાદીની માતા લીલાબેનને ઢીકાપાટુનો મુંઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.