મોરબી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા નવલખી ફાટક પાસે સેન્ટીંગનું કામ કરતી વેળા ઇલેક્ટ્રીક તારને અડકી જતા બીજી શોખ લાગતા ૨૧ વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે.
ત્યારે આ અંગે મળતી વધુ માહિતી મુજબ નવલખી ફાટક પાસે આવેલી યોગી વિદ્યાલય પાછળના ભાગમાં 21 વર્ષીય યુવક નથુલાલ સોહમ સરફોટા મૂળ રાજસ્થાન વાળો સેન્ટીંગનું કામ કરતો હોય ત્યારે કામ કરતી વેળાએ કોઈ કારણસર ઇલેક્ટ્રીક તારને સ્પષ્ટ થતા શોર્ટ સર્કિટ થતા યુવક નથુલાલને 20 શોખ લાગ્યો હતો અને તેમનું મોત નીપજ્યું હતું ત્યારે તેમના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે અનુસંધાને મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા મૃત્યુ નોંધ કરવામાં આવી છે.