હળવદના ચરાડવા ગામ પાસે આવેલ રાતાભૈર ગામે જમીન પચાવી પાડવા નો કિસ્સો સામે આવ્યો છે ત્યારે આ કામ ના ફરિયાદીએ ૫ વ્યક્તિ વિરૂદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ અન્વયે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી હળવદ ના રાતાભૈર ગામની સીમમાં ચરાડવા આ કામના ફરિયાદી હઠિંસંગ ટપુભાઈ ચૌહાણ ઉ.વ.૬૦ વાળા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ હોય ત્યારે તેમની ડુંગરપુર ગામની સીમ સર્વે નંબર ૨૨૭ પૈકી ૧ ની જમીન હે. ૧-૬૬-૯૩ ચોરસ મીટર વાળી જમીન આવેલ હોઈ ત્યારે આ કામના આરોપી કરમશીભાઈ વિરજીભાઈ કોળી,વેલજીભાઈ કરમશીભાઈ કોળી, દેહરભાઈ કરમશીભાઈ કોળી , ટીશાભાઈ કરમશીભાઈ કોળી ,ઘનશ્યામભાઈ કરમશીભાઈ કોળી (રહે તમામ રાતાભેર) વાળા વિરૂદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ -૨૦૨૦ અન્વયે ગુન્હો નોંધવામાં આવ્યો છે.