મોરબી જિલ્લામાં અકસ્માતોના બનાવવામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અત્યારે ગઈકાલે મોરબી હળવદ હાઈવે રોડ ઉપર આવેલ એક કારખાનામાં ટ્રક રિવર્સ લેતી વેળાએ પાછળ ઉભેલ એક શખ્સનું ટ્રકની હડફેટે આવી જતા મોત નિપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૧૯/૧૦/૨૦૨૨ ના રોજ મોરબી હળવદ હાઇવે રોડ નીચી માંડલ ગામ પાસે આવેલ સીમ્પેરો સીરામીકના કારખાનાના લોડીંગ પોઇન્ટ ઉપર એક શખ્સ ટ્રકને રીવર્સ લેવડાવતો હતો. તે સમયે ટ્રક ચાલકે પાછળ ન જોઈ અને પોતાનું GJ-12-AU-8344 નંબરનું ટ્રક સ્પીડમાં પાછળ લઈ ટ્રક રીવર્સ લેવડાવી રહેલ શખ્સને હડફેટે લઇ ટ્રક કન્ટેનરના ટાયર અને લોડીંગ પોઇન્ટની દિવાલ વચ્ચે દબાઇ જતાં તેનું ઘટનસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતુ. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલિસ મથકમાં બિહારના વીરેન્દ્ર નાગેશ્વર મહતો વિરૂદ્ધ આઇ.પી.સી.કલમ-૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ-૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધાયો છે.