Sunday, November 24, 2024
HomeGujaratમોરબીમાં પગ પર એક્ટિવા ચડી જવા મામલે બે ઈસમોએ યુવાનનું માથું ફોડી...

મોરબીમાં પગ પર એક્ટિવા ચડી જવા મામલે બે ઈસમોએ યુવાનનું માથું ફોડી નાખતા ફરિયાદ નોંધાઈ

મોરબીમાં પગ પર એક્ટિવા ચડી જવા જેવી નજીવી બાબતે બે ઈસમોએ એક યુવકનું માથું ફોડી નાખ્યું હતું. તેમજ યુવકને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી દેતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ૨૫ વારીયા કામધેનું પાર્ટી પ્લોટ દલવાડી ચોકડી પાછળ રહેતા સલીમભાઈ ઉર્ફે ડેની હાજીભાઈ સુમરા નામનો મજુર યુવક પોતાનુ એક્ટીવા પોતાના ઘર પાસે રાખવા જતા ઈકબાલ ઉર્ફે ચીની નામના શખ્સનાં પગ સાથે અથડાયું હતું. જેના કારણે આરોપી શખ્સે ફરિયાદીને જેમફાવે તેમ ભુંડી ગાળો આપી હતી અને ઈકબાલ ઉર્ફે ચીની તથા આદીલ બંને આરોપીઓએ ફરિયાદી સલીમભાઈને જેમફાવે તેમ ઢીકાપાટુનો મુંઢમાર મારી ઈકબાલે લાકડાના ધોકો ફરિયાદીના માથાના પાછળના ભાગે મારતા ફરિયાદી લોહીલુહાણ થયો હતો. તેમજ આદીલે ફરિયાદીને લોખંડની પાઈપ વતી ડાબા પગે મારતા ફરિયાદીને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયારે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી કલમ-૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધાયો છે અને પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!