મોરબીના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા મચ્છો માતાના મંદિર પાસે શ્રી રાધાકૃષ્ણ મંદિર પાસે કોઈ અજાણ્યા મીની બસ ચાલક દ્વારા હડફેટે લેતા ૧૧ વર્ષીય કોમળ બાળકીનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ત્યારે આ અંગે મળતી વધુ માહિતી મુજબ આ કામના ફરિયાદી શ્રીમતી રસીદાબેન સમીરભાઈ રહે નાની બજાર વાળા તેમના ત્રણ બાળકોને લઈ મચ્છો માતાના મંદિર પાસે આવેલ રાધા કૃષ્ણ મંદિર નજીક ચાલીને જતા હોય ત્યારે આ કામના આરોપી ભરતભાઈ નાનજીભાઈ પઢિયાર પોતાના હવાલા વાળી મીની બસ રજીસ્ટ્રેશન નંબર GJ-03-W-5491 વાળું લઈ ઝડપે ગફલત ભરી રીતે હંકારી આવી તેમને અડફેટે લેતા ફરિયાદીને જમણા હાથના બાવડાના ભાગે ફેક્ચર જેવી ઇજાઓ થયેલ તેમજ ફરિયાદી ની દીકરી તસ્કીનને પડખાના ભાગે ઇજા કરેલ હોય તેમ જ ફરિયાદીના દીકરા અલીને માથાના ભાગે પાછળ ઇજા થયેલ હોય તેમ જ ફરિયાદીની દીકરી નેકી (ઉંમર વર્ષ ૧૧)વાળીને છાતીના ભાગે તેમજ શરીરના ભાગે ઈજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે આ અંગે મીની બસ ચાલક વિરૂધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી બસચાલકની શોધખોળ હાથ ધરી છે.