અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશન તથા ઓઢવ પોલીસ સ્ટેશન ના ચોરીને ગુનામાં છેલ્લા છ માસથી નાસ્તા પર આરોપીને હળવદ પોલીસ સર્વેલન્સ સ્ટાફ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે.
ત્યારે આ અંગે મળેલી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશન ની સર્વેલન્સ દ્વારા પકડી પડવા માટે સ્પેશિયલ ડ્રાઇવ નું આયોજન કરેલું હોય છે ત્યારે ટીમ ને બાતમી મળી હોય કે હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં અમદાવાદ શહેરના ઓઢવ પોલીસ સ્ટેશન ને શાહીબાગ પોલીસ સ્ટેશન નો ચોરીના ગુના નો આરોપી ભાવેશભાઈ ઉર્ફે ટકો રમેશભાઈ કુરિયા ઉંમર વર્ષ 25 વાળો મળી આવતા પોલીસ દ્વારા તેમને અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત તેમને શાહીબાગ પોલીસ સ્ટેશન તથા અમદાવાદ શહેરના ઓઢવ પોલીસ સ્ટેશનને શોપવા કાર્યવાહી હાથ કરેલ છે.