નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ શ્રી સંદિપ સીંઘ સાહેબ તથા પૌલીસ અધિક્ષક મોરબી એસ.આર.ઓડેદરાની સુચના મુજબ વી.બી જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને હાલમાં મોરબી-માળીયા (મિ.) વિસ્તારની વિધાનસભાની સામાન્ય પેટા ચુંટણી અનુલક્ષીને ચુંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ પુરી થાય તે માટે મોરબી જીલ્લામાં ગેરકાયદેસર હથીયાર શોધી કાઢવાની એલસીબી સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા આજરોજ એલસીબી મેરબીનાં પો. હેડ કોન્સ. જયવંતસિંહ ગોહીલ, સંજયભાઇ મૈયડ,ભરતભાઇ મિયાત્રાને સયુંકત ખાનગી બાતમી રાહે. હકિકત મળી હતી કે, બે ઇસમો માળીયા, ભીમસર ચોકડી પાસે ગેરકાયદેસર હથીયારો, કાર્ટીઝ લઈને વેચાણ અર્થે આવેલ હોય તેવી ચોકક્સ બાતમી હકીકત મળતા એલસીબી સ્ટાફે માળીયા-હળવદ રોડ ભીમસર ચોકડી પાસેથી આરોપીઓ કેતનભાઈ ચંદ્રકાંતભાઇ પંચોલી (ઉ.વ.૨૮ રહે. કવાટ જી.છોટાઉદેપુર) અને દિપકભાઇ નંદકિશોરભાઇ શર્મા (ઉ.વ. ૨૮ રહે. વડોદરા) ને ૨ દેશી પીસ્તોલ તથા ૧ દેશી તમંચો અને ૧૯ કાર્ટીઝ તેમજ ૨ ખાલી મેગેજીન મળી કુલ કી.રૂ.૨૭૧૦૦ ના મુદામાલ સાથે પકડી પાડયા હતા.
આ બન્ને આરોપીઓ વિરુદ્ધ અગાઉ છોટા ઉદેપુર, વડોદરા ,મુંબઈ, આણંદમાં ગેરકાયદે હથિયારો લે-વેચના ગુનાઓ નોંધાયેલા છે.
આ આરોપીઓને હથિયારો સાથે પકડી પાડવાની કાર્યવાહીમાં એલસીબીના પીઆઇ વી.બી.જાડેજા ,પોલીસ હેડ કોન્સ. દિલીભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહીલ સંજયભાઇ મૈયડ, તથા પો.કોન્સ. ભરતભાઈ મીણાત્રા,આશીકભાઇ ચાણકયા, નિર્મળસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા રણવીરર્સિંહ જાડેજા, તથા AMTU ના પો.હેડ કોન્સ. દશરથસિંહ ચાવડા સહિતનાઓએ ફરજ બજાવી હતી.