પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રોહી, જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પોલીસ બેડાને અવારનવાર સુચના આપવામાં આવતી હોય છે. જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી જિલ્લા પોલીસે ત્રણ અલગ-અલગ સ્થળોએથી દારૂની બોટલો સાથે ચાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે ગત રોજ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબીનાં નાનીબજાર વિશ્વકર્મા મંદિર રોડ પર આવેલ યોગરાજસિંહ ખોડુભા વાધેલા નામના શખ્સના રહેણાંક મકાને રેઇડ કરી ભારતીય બનાવટની વોકર ડબલ બ્લેક સ્કોચ વ્હીસ્કીની એક લીટરની રૂ.૧૫૦૦૦/- ની કિંમતની ર બોટલો ઝડપી પાડી છે. જો કે આરોપી યોગરાજસિંહ ખોડુભા વાધેલા સ્થળ પરથી મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જયારે અન્ય બનાવમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે ચેકીંગ દરમિયાન દેવેદ્રસિંહ વિક્રમસિંહ વાઘેલા તથા અશોકભાઈ જસમતભાઈ ઠોરીયા નામના શખ્સોને અટકાવી તેની પૂછપરછ કરી તેની જ્યુપીટર મોટર સાઇકલ જીજે-૩૬-જે-૨૩૦૧ ચેક કરતા તેની ડેકીમાથી વિદેશી દારૂની મેગ્ડોલસ નં.૧ કલેકશન વ્હીસ્કીની એક બોટલ ઝડપી પાડી બંને આરોપીઓને જેલ હવાલે કર્યા છે. જયારે અન્ય બનવામાં રીન્કેશકુમાર સોમાભાઇ પટેલ નામના આરોપીને ભારતીય બનાવટની વિદેશી ઇંગ્લીશ દારૂની સિગ્નેચર રેર એજ્ડ વ્હીસ્કિ ની એક બોટલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.