મોરબીમાં વધતા અકસ્માતોના બનાવો તંત્ર માટે ચિંતા ઉભી કરી રહી છે. તેવામાં ગત તા.૨૭/૧૦/૨૦૨૨ ના રોજ બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઈક ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જયારે અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયો છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૨૭/૧૦/૨૦૨૨ ના રોજ તુરમ રિંગો કોડા નામના શખ્સ પોતાનું GJ 13 AS 2582 નંબરનું સ્પેલેન્ડર મોટર સાયકલ લઈ પુરપાટ ઝડપે મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ રીજેન્ટા હોટેલથી આગળ સર્વીસ રોડ ઉપર જતા હતા. ત્યારે સર્વીસ રોડ ઉપર બંધ પડેલ ટ્રકના પાછળના ભાગે પોતાની બાઈક અથડાવી દેતા બાઈક સવાર બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બાઈક ચાલાક તુરમ રિંગો કોડાનું મોત નીપજ્યું છે. ત્યારે સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે…