Tuesday, November 19, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અલગ-અલગ સ્થળોએથી જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી જિલ્લામાં અલગ-અલગ સ્થળોએથી જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબીમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ પોલીસ તંત્ર એલર્ટ થયું છે અને ઠેર-ઠેર રેઇડ કરી જુગારની બદીને ડામવા કાર્યશીલ થયું છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસની અલગ-અલગ ટિમો દ્વારા ત્રણ સ્થળોએ દરોડા પાડી રોકડ મત્તા સાથે જુગારીઓને પકડી પાડ્યા છે. જેમાં એક સ્થળે તીન પત્તીનો જુગાર રમતા બે મહિલા સહીત ત્રણ શખ્સો જયારે અન્ય બે જગ્યાએ વરલી ફીચરનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વીસીપરા ધોળેશ્વર રોડ પર જાહેરમાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે રેઇડ પડતા સ્થળ પર જુગાર રમતા દીલીપભાઇ શીવાભાઇ સાલાણી, રીટાબેન દિપકભાઇ ઉર્ફે છગન દલસાણીયા અને લાભુબેન કાંતિભાઇ બારૈયા નામના ત્રણ શખ્સો મળી આવતા પોલીસે તેમની પાસેથી રોકડા રૂપીયા-૬૫૦/- જપ્ત કરી ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જયારે બીજી બાજુ મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીનાં આધારે મોરબી તાલુકાના જેતપર ગામે, બસ સ્ટેન્ડ પાસે રેઈડ કરતા જાહેરમાં સાગરભાઇ અમરશીભાઇ માલણીયાત નામનો શખ્સ વર્લી ફીચરના આંકડા ઉપર વર્લી ફીચરના આંકડાનો જુગાર રમાડતો મળી આવતા પોલીસે તેની પાસેથી સાહિત્ય મળી કુલ રૂ.૩૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨(એ) મુજબ ગુનો નોંધ્યો છે. જયારે અન્ય બનાવમાં ટંકારા પોલીસ સ્ટેશનની ટીમને ગઈકાલે બાતમી મળી હતી કે, ભાઇલાલભાઇ કરશનભાઇ વીકાણી નામનો શખ્સ ટંકારા મોરબીનાકા પાસે બેસી જાહેરમાં વરલી ફીચરના આંકડાઓ લખી જુગાર રમી રમાડી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે રેઈડ કરતા સ્થળ પરથી ભાઇલાલભાઇ કરશનભાઇ વીકાણી મળી આવતા તેની પાસેથી પોલીસે રોકડ રૂપિયા રૂ. ૮૯૦/- મળી વર્લીફીચરના આંકડા લખેલ ડાયરી, તથા બોલપેન સહિતનું સાહિત્ય જપ્ત કર્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!