મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના આપતા મોરબી સીટી-એ ડીવિઝન પોલીસની ટીમે કામગીરી કરતા દરમિયાન મારામારીના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમની પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર મારામારી તેમજ રાયોટીંગ જેવા ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ કાલીકાપ્લોટ સાયન્ટફીક રોડ પાસે રહેતા ડેનીશભાઇ કિશોરભાઇ કથરેચા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટરે પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી મજકુર ઇસમની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી સુરત લાજપોર જેલ હવાલે મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી છે.