મોરબીમાં મતગણતરીના એક દિવસ અગાઉ જ નવી લાઈન ઉભી કરવાની અને મેન્ટેનન્સ ની કામગીરી કરવાની હોવાથી મોરબી શહેરનાં પેટા વિભાગ હેઠળનાં વિસ્તારમાં વીજકાપ મુકવામાં આવ્યો છે.
PGVCLનાં જણાવ્યા અનુસાર, આવતીકાલે નવી લાઈન ઉભી કરવાની અને મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી જેલ રોડ ફીડર સવારે ૦૮:૦૦ થી સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવા PGVCL દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ વણકરવાસ, રબારીવાસ, વાલ્મીકીવાસ, વજેપર, ફકરી પાર્ક, લીલાપર રોડ આવાસ ક્વાટર્સ, બોરીચા વાસ, ગૌશાળા રોડ, સ્લમ ક્વાટર્સ, કાલિકા પ્લોટ, મતવા વાસ, ખડિયા વાસ, લીલાપર રોડ મફતિયાપરા, મકરાણી વાસ, નીલકમલ સોસાયટી, રામવિજય સોસાયટી, સાત હનુમાન સોસાયટી, સબ જેલ, વાંકાનેર દરવાજા સુધીનો વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. તેમ PGVCL દ્વારા જણાવાયું હતું.