સમગ્ર દેશમાં હાલ ઓનલાઇનમાં બનાવો વધી રહ્યા છે. જેમાં ભેજાબાજો એનકેન પ્રકારે લોકોને પોતાની વાતમાં ભોળવી તેમને એક લિંક મોકલી તેમાં 1-2 રૂ. વેરિફિકેશનનાં નામે મોકલી તેમાં લોકો ટ્રાન્ઝેકશન કરતા આ ભેજાબાજો તેમનું ખાતું ખાલી કરી નાખે છે. ત્યારે આવી જ એક ઘટના મોરબી શહેરમાં બનવા પામી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં એસ.પી.રોડ આઇકોન રેસીડેન્સી વીગ-એફ. ફલેટ નંબર ૬૦૩માં રહેતા મનોજભાઇ રામજીભાઇ કગથરાની નવા બેંકના ખાતા માટેની વેલકમ કીટ બ્લુડાર્ટ કુરીયરમાં આવેલ હોય જેના ડોકો નંબર ફરીયાદી ભુલી જતા બ્લુડાર્ટની ઓનલાઇન સાઇટમાં સર્ચ કરતા તેમા આવેલ નંબર ૮૮૨૬૯૫૫૧૨૨, ૯૮૩૦૩૦૩૨૩૨ મળતા જેમા વાત કરતા પોતે બલુડાર્કટ કુરીયરની ઓળખ આપી ફરીયાદીને લીંક મોકલી તેમાથી ઓનલાઇન રૂપીયા-ર નુ ટ્રાન્જેકશન કરવા સમજાવતા ફરીયાદીએ આરોપીના જણાવ્યા મુજબ ફરિયાદીના ખાતાના UPI તથા તેની પત્નીના એકાઉન્ટના UPI મારફતે રૂપીયા ર નુ ટ્રાન્જેકશન કરતા ટ્રાન્જેકશન સબમીટ થયાની સાથે જ ફરીયાદીના બેંક ઓફ બરોડા બેંકના ખાતામાંથી રૂપીયા ૩૪,૯૧૫ તથા એચ.ડી.એફ.સી.બેંકના ખાતામાંથી રૂપીયા ૧૦,૦૦૦/- મળી રૂપીયા ૪૪,૯૧૫ તથા તથા તેની પત્નીના ખાતામાંથી કટકે કટકે રૂપીયા ૪૫,૩૯૭/- મળી ઓનલાઇન રૂપીયા ફ્રોડ કરેલ હોય જેમા આરોપીએ ફલીપકાર્ટમાં ખરીદી તેમજ રીચાર્જ જે રૂપીયા ૩૫,૩૯૭/-ફરી.ના પત્નીના ખાતામાં પાછા જમા થઇ ગયેલ આમ આરોપીએ પોતાની ખોટી ઓળખ આપી ફરી તથા ફરિયાદીના પત્નીના ખાતામાંથી ઓનલાઇન ૯૦,૩૧૨ ઓનાલાઇન ફ્રોડ(છેતરપીંડી) કરી હોય જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૪૨૦ આઇ.ટી.એકટ કલમ ૬૬(સી),૬૬(ડી) મુજબ ફરિયાદ નોંધાવી છે.