મોરબીમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે હવે તસ્કરોએ એક સરકારી કચેરીને નિશાન બનાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં નાયબ કાર્યપાલક ઇજનેર મયુરભાઇ રમેશભાઇ ચોડવડીયા એ ફરિયાદ નોંધાવી છે કે જાહેર આરોગ્ય, યાંત્રીક પેટા વિભાગ, મોરબી, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, મોરબીની નવા સાદુરકા ખાતે આવેલ કચેરીના સ્ટોરરૂમમાં ચોરી થવા પામી છે જેમાં કચેરીની પાછળની બાજુ આવેલ બારીની ગ્રીલ તોડી તસ્કરો સ્ટોર રૂમમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સ્ટોરરૂમમાંથી સબમર્શીબલ પંપ મોટર સેટ-૭ તથા ૧૧ મોટર તથા કુલ જુદી જુદી સાઇઝના ૧૦,૧૩૩ મીટરના કેબલ, મળી કુલ રૂ.-૨૩,૨૪,૩૪૪/- ના માલ સામનની તસ્કરોએ ચોરી કરી લઇ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.