Thursday, September 19, 2024
HomeGujarat"તુ ગમતી નથી" કહી માનસિક ત્રાસ આપતા પતિ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ...

“તુ ગમતી નથી” કહી માનસિક ત્રાસ આપતા પતિ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

મોરબી શહેરમાં રહેતી એક યુવતીએ તેના પતિ, સસરા તથા ભાભી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.આરોપી પતિ અવાર નવાર મહેણાં મારી ત્રાસ આપતો હતો. તેમજ કુટુંબીક ભાભીના પતિ સાથે આડા સબંધ હતા. જેથી કંટાળી આ તમામ લોકો સામે મહિલાએ ફરિયાદ આપતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના પ્રેમજીનગર (મકનસર)માં રહેતી અને હાલ વાંકાનેરના ભલગામમાં રહેતી કોકીલાબેન જયેશભાઇ શેખવા નામની પરણિત મહિલાને તેના પતિ જયેશભાઇ વેલજીભાઇ શેખવા દ્રારા “તુ ગમતી નથી તુ જતી રહે તારી કાઇ જરૂર નથી” તેમ કહી તેના ભાભી રેખાબેન સંજયભાઇ શેખવા સાથે આડા સબંધ રાખી તેના સસરા વેલજીભાઇ નથુભાઇ શેખવા તથા ભાભી રેખાબેન દ્રારા ખોટી ચડામણી કરી ત્રણેયે સાથે મળી મહિલાને અવાર-નવાર નાની-નાની બાબતો તથા ઘરકામ બાબતે મેણાટોણા બોલી ગાળો આપી ઢીકાપાટુ મારી મારપીટ કરી શારીરીક અને માનસીક દુખત્રાસ આપતા હોય જેનાથી કંટાળી આખરે મહિલાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે પતિ જયેશભાઇ વેલજીભાઇ શેખવા, ભાભી રેખાબેન સંજયભાઇ શેખવા તથા સસરા વેલજીભાઇ નથુભાઇ શેખવા વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૪૯૮(ક),૩૨૩,૫૦૪,૧૧૪ મુજ્બ ગુનો દાખલ કરાવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!