નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા જાહેરસભામાં અનુસૂચિત જાતિને અપમાનિત કરતાં શબ્દનો પ્રયોગ કરાતાં આવેદનપત્ર આપી ધોરણસરની કાર્યવાહી કરવા માંગ.
મળતી માહિતી મુજબ મોરબી માળીયા પેટા ચુંટણીના પ્રચાર દરમ્યાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા જાહેરસભામાં અનુસુચિત જાતિને અપમાનિત કરતાં શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો જેનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે આજરોજ અનુસુચિત જાતિના લોકો દ્વારા કલેકટરશ્રી તથા જીલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.