Wednesday, December 25, 2024
HomeGujaratઓમિક્રોન BF7 વાયરસસામે લડી લેવાના બણગા;મોરબી સિવિલ હોસ્પિટલમાં સામાન્ય દવાઓની અછત!:મુખ્યમંત્રીને પત્ર...

ઓમિક્રોન BF7 વાયરસસામે લડી લેવાના બણગા;મોરબી સિવિલ હોસ્પિટલમાં સામાન્ય દવાઓની અછત!:મુખ્યમંત્રીને પત્ર લખાયો

ચીનમાં કોરોના ના નવા વેરિયેન્ટ એ હાહાકાર મચાવ્યો છે ત્યારે હાલમાં તમામ રાજ્યો સતર્ક થઈ ગયા છે અને કેન્દ્ર સરકાર પણ આ મામલે સતર્કતા દાખવી રહી છે ત્યારે મોરબીના સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે તથા જગદીશભાઇ જી. બાંભણીયા, મુકુંદરાય પી. જોષી, અશોક ખરચરીયા, જીજ્ઞેશ પંડયા, મુછડીયા વાલજીભાઇ ધનજીભાઇ, મુશા બ્લોચ દ્વાર સીવીલ હોસ્પીટલમાં સાવ સામાન્ય રોગોની પણ દવા ધણા લાંબા સમયથી ન હોવાથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાને પત્ર લખી દવાઓનો જથ્થો પૂરો પાડવા માંગ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

સામાજીક કાર્યકતાઓ દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી શહેરની એક માત્ર સીવીલ હોસ્પીટલમાં છેલ્લા ઘણા સમયથી અમુક એવા નજીવા રોગોની પણ દવા નથી તથા જેથી આ દવા માટે મેડીકલોથી ઉંચા ભાવે લેવી પડે છે અને ગરીબ માણસો પાસે દવા લેવાના પણ પૈસા નથી હોતા તેઓ પ્રાઇવેટ મેડીકલ ઉપરથી દવા લઇ શકતા નથી. જે અંગે યોગ્ય રજુઆત આરોગ્ય મંત્રીને જાણ કરવામાં આવે છે. તદઉપરાંત મુખ્ય મંત્રી તથા મોરબી -માળિયા વિસ્તારના ધારાસભ્ય તથા સીવીલ હોસ્પીટલના સુપ્રિટેન્ડન્ટ ને પણ જાણ કરવામાં આવે છે. ઉપરાંત મુખ્ય મંત્રીને આની રજુઆત કરવામાં આવે છે. કે Sopramicin, Povidione iodine, Amoxy 500, Amoxy 250, Amoxy 625, Line 20ide 600 mg, Calamine 10 tion, Ljk H આવી અનેક દવાઓ જેમ કે નાક-કાન-ગળા ના ટીપા વિગેરે તથા બીજી નાની મોટી દવા માટે પણ મેડીકલ સ્ટોરમાં ઉંચા ભાવે દવા લેવી પડે છે. જે અંગે ગરીબ લોકો માટે સીવીલ શું નામની કહેવાની ? આવીતો અનેક દવાઓ નથી કયારે સમયસર દવાનો સ્ટોક ઉપલબ્ધ થશે ? આ અન્વયે જરૂરીયાત પુરી કરવા સામાજીક કાર્યકરોની તથા આમ જનતાની માંગ છે. આરોગ્ય મંત્રીશ્રી રૂષિકેશ પટેલ તથા ધારાસભ્યશ્રી અમૃતિયા સાહેબ આ બાબતે રસ લે અને સીવીલ હોસ્પીટલની અઠવાડીયે પંદર દિવસે એક મુલાકાત અચાનક રાત્રીના સમયે લીએ તો સાચો પર્દાફાશ થશે, મોરબીના ધારાસભ્યને સીવીલ હોસ્પીટલ પ્રત્યે ઘણી લાગણી છે. જે કોરોના સમયે જગ જાહેર દેખાય આવ્યુ છે. અને તાત્કાલીક માંગણી અંગે અમો સામાજીક કાર્યકરોની તથા આમજનતાની માંગણી અને રજુઆત છે. તેમ સામાજીક કાર્યકતાઓ દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જો સામાન્ય દવાઓ ની પણ મોરબી સિવિલ માં અછત હોય તો ગંભીર વાયરસો સામે મોરબીની સિવિલ હોસ્પિટલ કઈ રીતે લડાઈ કરશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!