વાંકાનેરમાં થોડા દિવસ પહેલા શિક્ષણ અધિકારીના ઓચિંતા ચેકિંગથી ખળભળાટ મચી જવા પામ્યો હતો અને સ્કુલમાં એક સાથે ૧૨૬ બાળકો અભ્યાસ કરતા હોવાથી શિક્ષણાધિકારી દ્વારા શાળા સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવતા ભાજપનાં આગેવાન દ્વારા ફરજમાં રૂકાવટ કરવામાં આવી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરની જ્ઞાનગંગા હાઈસ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવવામાં આવતું હોય તેવી ફરિયાદો ઉઠી હતી જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા ગત.૨૮-૧૦ ના રોજ સ્થળ પર રૂબરૂ પહોંચી તપાસ કરી હતી જેમાં શાળામાં ૧૨૬ જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ રહ્યા હતા સરકારના ઓનલાઈન શિક્ષણના નિયમની શાળા સંચાલકો દ્વારા અવગણના કરવામાં આવી હતી શિક્ષણ વિભાગની ટીમે તપાસ કરતા વિદ્યાર્થીઓ શાળાએ અભ્યાસ કરતા હોય અને નિયમોનો ભંગ હોય જેથી શાળા સંચાલકને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે જીલ્લા શિક્ષણઅધિકારી બી. એમ. સોલંકીએ જણાવ્યું હતું કે હાલ શાળાને નોટીસ આપી છે તો સ્કુલ સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવતા ભાજપના આગેવાન જીતું સોમાણી દ્વારા ફરજમાં રુકાવટ કરવામાં આવી હોવાનું શિક્ષણ અધિકારી દ્વારા જણાવ્યું હતું
જે મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં વાંકાનેર શિક્ષણ અધિકારી જયંતીલાલ ઉકાભાઈ મેરજાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી યોગેન્દ્રસિંહ ઝાલાએ કોરોનાની મહામારી વચ્ચે સરકારે જાહેર કરેલ જાહેરનામાનો ભંગ કરી આરોપી યોગેન્દ્રસિંહ ઝાલાએ શિક્ષણ કાર્ય કરી કુલ ૧૨૬ વિધાર્થીઓને શિક્ષણ અર્થે બોલાવી ફરિયાદી જયંતીલાલ મેરજા તથા તેની ટીમ સાથે ગત.તા.૨૮-૧૦ ના રોજ ચેકિંગ કરતા શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ હોય જેથી શિક્ષણ વિભાગે તેની સામે કાર્યવાહી કરતા આરોપી જીતુભાઈ સોમાણીએ ફરિયાદી જયંતીલાલ મેરજા તથા તેની ટીમ સાથે ફરજમાં રુકાવટ કરી જાહેરનામાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઈ પી. સી. મોલીયા ચલાવી રહ્યા છે