Sunday, January 5, 2025
HomeGujaratહળવદમાં ભૂવારાજ : હળવદના પરશુરામ મંદીર પાસે ભૂવો પડતા ટ્રેકટર ટ્રોલી સહિત...

હળવદમાં ભૂવારાજ : હળવદના પરશુરામ મંદીર પાસે ભૂવો પડતા ટ્રેકટર ટ્રોલી સહિત ગટરમાં ખાબકયું

દરેક ચોમાસા દરમ્યાન ભુવા પડવા તો સામાન્ય બાબત બની ગઈ છે પરંતુ હળવદમાં હાલ વગર ચોમાસે પણ ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. હળવદનાં પરશુરામ મંદિર પાસે વરસાદી પાણીની નિકાલની ગટર બેસી જતા અચાનક ભૂવો પડ્યો હતો. જેમાં ત્યાંથી પસાર થઈ રહેલ ટ્રેકટર ખબક્યું હતું. જોકે સદ્નસીબે જાની હાની થઈ ન હતી. પરંતું બનાવને પગલે તંત્રની સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અને લોકોમાં ચર્ચા થઈ રહી છે કે, બનાવને લઇ તંત્રની પોલ ખોલી છે. તેમજ શું આ છે વિકાસ લોકોમાં ચર્ચા તો વિષય બન્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદનાં પરશુરામ મંદિર પાસે વરસાદી પાણીની નિકાલની ગટર બંધ કરવામાં આવી હતી. ત્યારે અચાનક ભૂવો પડતા ત્યાંથી પસાર થઈ રહેલ ટ્રેકટર ટ્રોલી સહિત ગટરમાં ખાબકયું હતું. જોકે આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. તેમજ હાલમાં ટ્રેકટરને ક્રેનથી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!