રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે પ્રોહિબિશન-જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ સદતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા મોરબી એલસીબી ને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એલસીબી ની ટીમે લાખો રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, ઓનેસ્ટ હોટલ સામે સુરેશ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ બાબા રામદેવ ( મુસ્કાન ) હોટલના ગ્રાઉન્ડમાં ભુરારામ નામના શખ્સે RJ-19-GB-9404 નંબરના ટાટા ટ્રકમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરાવી આપી પુનમારામ લાલારામ અર્જુનરામ નામના આરોપીએ પોતાના હવાલા વાળી ટાટા ટ્રકમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો પરપ્રાંતમાંથી આયાત કરવાનો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી, વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો સાથે પકડી પાડી તેમની પાસેથી રૂ.૧૮,૭૨,૦૦૦/-ની કિંમતની ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની ૩૧૨૦ બોટલો, રૂ.૧૪,૪૦,૦૦૦/-ની કિંમતની મેકડોવેલ્સ-૦૧ કલેશન વ્હીસ્કીની ૩૮૪૦ બોટલો મળી કુલ ૬૯૬૦ બોટલોનો રૂ.૩૩,૧૨,૦૦૦/- નો જથ્થો વેચાણ અર્થે લાવી હેરા ફેરી કરી ૧૦ ટન માટી, ગાડીના કાગળોની ફાઇલ, ગાડી સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂ.૪૩,૧૭,૦૦૦/-ના મુદામાલ સાથે પુનમારામ લાલારામ જાખ નામનો આરોપી મળી આવતા તેની અટકાયત કરી છે. જયારે ભુરારામ જાટ સ્થળ પર મળી આવેલ ન હોવાથી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ આ માલ કોને મંગાવેલ છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવાનું જાણવા છતાં ગેર કાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ પર પ્રાંતમાંથી આયાત કરી ગુજરાતમાં ઘુસાડતા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.