વાંકાનેર શહેર ખાતે રહેતા બળદેવભાઈ ચાવડાની દીકરી જીનલનું પરિવાર ખુબ ગરીબ પરિસ્થિતિમાં વસવાટ કારેમવહે. તેમ છતાં વિધવા માતાની દીકરી જીનલ ભણવામાં તેજસ્વી છે. પરંતુ તેને અચાનક બીમારી આવી પડતા હૃદય અને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવું અનિવાર્ય બન્યું હતું. જેને કારણે તેનો અભ્યાસ પણ અટક્યો હતો. તેમજ જીનલને હૃદય અને ફેફસાં ના ટ્રાન્સપ્લાન્ટ માટે રૂપિયા 35 લાખની જરૂરત હોવાથી તેના પરિવારજનોએ જાહેર જનતા પાસે મદદની ગુહાર લગાવી છે.
વાંકાનેર ખાતે રહેતી ગરીબ બાળકી જીનલ બળદેવભાઈ ચાવડાને અચાનક બીમારી આવી પડતા આ ગરીબ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. જીનલને હૃદય અને ફેફસાં ના ટ્રાન્સપ્લાન્ટ માટે રૂપિયા 35 લાખની જરૂરત છે. હાલ જિનલની અમદાવાદ સોલા હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. ત્યારે મોરબી જિલ્લાના દાતાઓ મદદ માટે આગળ આવે તેવી અપીલ કરતા જ ટ્રાન્સપ્લાન્ટ માટે મદદ કરવા સામાજિક અગવેનો દ્વારા બીડું ઉઠાવવામાં આવ્યું છે. જીનલના માતા આંગણવાડી વર્કર છે. દીકરી ભણવામાં ખુબ હોશિયાર છે, તેને મેડિકલમાં એડમીશન પણ મળ્યું હતું. પરંતુ હાર્ટ અને ફેફસાંની ગંભીર બીમારી થતાં 3 વર્ષથી પથારીવશ છે. હાલમાં જિનલની સારવાર સોલા, અમદાવાદ શહેરની CIMS હોસ્પિટલ માં ડૉ.ધવલ નાયકની દેખરેખ હેઠળ ચાલે છે, અને બાળકીના ટ્રાન્સપ્લાન્ટ ખર્ચ એકઠો કરવા અને બાળકીને સાજી કરવા CIMS હોસ્પિટલ, ઇમ્પેક્ટ ગુરૂ સંસ્થા અને અગ્રણી સામાજિક આગેવાન અરવિંદ કતપરાએ બીડું ઉઠાવ્યું છે.
મોરબીના લોકો આ ગરીબ પરિવારની તેજસ્વી દીકરીના ભવિષ્ય માટે આગળ આવે તેવી સામાજિક અગ્રણી દિલીપ દલસાણીયા દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમજ આ શુભ કાર્યમાં જોડાવવા તેમના મો. ૮૦૦૦૮૨૭૫૭૭ પર તેમનો સંપર્ક કરવા પણ જણાવવામાં આવ્યું છે. તેમજ મદદ આપવા ઇચ્છતા લોકો
http://impactguru.com/s/Am4UGW અથવા NEFT / IMPS / RTGS (Transfers to this account number would be allowed from Banks in India only), Account number: 2223330003386337, Account name: Jinal Baldevbhai Chavada, IFSC code: RATN0VAAPIS, Bank Name: RBL Bank માં મદદ પહોંચાડી શકે છે.