Saturday, October 17, 2026
HomeGujaratમોરબીમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્ચ આચરનાર નરાધમને ૨૦ વર્ષની સખત કેદની સજા...

મોરબીમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્ચ આચરનાર નરાધમને ૨૦ વર્ષની સખત કેદની સજા અને દંડ

મોરબી જિલ્લામાં સગીર વયની દીકરીને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી અપહરણ કરી જઈને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવીને કઠોર સજા ફટકારી છે. સ્પેશિયલ પોક્સો જજ અને એડિશનલ સેસન્સ જજ દ્વારા આરોપી ગૌતમ ઉર્ફે નીલેશ શાંતીલાલ વોરાને ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂા. ૨૦,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

ફરિયાદ પક્ષના કેસ અનુસાર, આ કામના આરોપી ગૌતમ ઉર્ફે નીલેશ શાંતીલાલ વોરા (રહે. નવલખી રોડ, શાંતિનગર, મોરબી; મૂળ રહે. રાજપરા, તા. સિહોર, જી. ભાવનગર) એ તારીખ ૧૧/૦૬/૨૦૨૨ ના રોજ ફરિયાદીની ૧૫ વર્ષ અને ૧૦ માસની સગીર વયની દીકરીને તે સગીર હોવાનું જાણવા છતાં પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્નની લાલચ આપી તેને કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જઈ રાજકોટ, ભાવનગર, સુરત, અમદાવાદ, તળાજા અને ધંધુકા સહિતના અલગ-અલગ સ્થળોએ ફેરવી હતી. જે દરમિયાન ભાવનગર અને સુરત ખાતે આરોપીના સબંધીના મકાને ભોગ બનનારની મરજી વિરુદ્ધ ત્રણથી ચાર વખત શરીર સંબંધ બાંધી ગુનો આચર્યો હતો. આ અંગે મોરબી સીટી ‘એ’ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલની દલીલો, ૨૩ મૌખિક પુરાવાઓ અને ૩૯ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬(૨)(જે)(એન), ૩૭૬(૩) તથા પોક્સો એક્ટની કલમ ૫(એલ), ૬ અને ૧૮ મુજબ કસૂરવાર જાહેર કર્યો હતો. પોક્સો એક્ટની કલમ ૬ અન્વયે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂા. ૨૦,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો છે, અને જો દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત, આરોપી અગાઉ જેટલો સમય કાચા કામના કેદી તરીકે જેલમાં રહ્યો છે તે સમય સજામાંથી મજરે આપવા હુકમ કરાયો છે.

ગુજરાતની ભોગ બનનારને વળતર માટેની યોજના-૨૦૧૯ હેઠળ, અપીલ પિરિયડ બાદ ભોગ બનનાર સગીરાને વળતર પેટે કુલ રૂા. ૪,૨૦,૦૦૦/- (જેમાં સરકાર દ્વારા નિર્ધારિત રૂા. ૪,૦૦,૦૦૦/- અને આરોપી દ્વારા ભરપાઈ થનાર રૂા. ૨૦,૦૦૦/- દંડની રકમ મળીને) ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!