મોરબીમાં ઔઘોઁગિક વિસ્તારમા થતી લુટફાટ, ચોરીને અટકાવવા ઓઘોઁગિક વિસ્તારમા ચેક પોસ્ટ અને પેટ્રોલીંગ ચાલુ કરાવવા બાબતે મોરબી એસ.પી કચેરી ખાતે ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાહેબની હાજરીમા વિવિધ વેપારી એસોસિએશનના હોદેદારો સાથે મિટિંગ યોજાઈ હતી. જેમાં રાજકોટ રેન્જ આઈ.જી. અશોક યાદવ તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી હાજર રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે એસ.પી કચેરી મોરબી ખાતે ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમા રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી સાથે મોરબી સીરામીક એસોસીએસનના હોદેદારો સાથે સાથે પેપરમીલ એસોસીએસન, પેકેજીંગ એસોસીએસન, મીઠા ઉઘોઁગ એસોસીએસન તેમજ ટ્રાન્સપોટઁર એસોસીએસનના હોદેદારો સાથે મીટીંગ યોજાઈ હતી. જેમા ખાસ કરીને ઔઘોઁગિક વિસ્તારમા થતી લુટફાટ, ચોરીને અટકાવવા ઓઘોઁગિક વિસ્તારમા ચેક પોસ્ટ અને પેટ્રોલીંગ ચાલુ કરાવવા બાબતે રજુઆતો કરવામા આવી હતી. તેમજ ફરજ્યાત પોલીસ સ્ટેશનોમા મજુરોના રજીસ્ટ્રેશન કરાવવુ જેથી ક્રાઈમમા ઘટાડો થાય અને વેપારમા થતા વિવિધ પ્રકારના ફ્રોડ માટે એસ.આઈ.ટી.ની રચના કરવા માટે ચર્ચાઓ થઈ તેમજ માટીની ટ્રકો દ્વારા જ્યા ત્યા થતા માટીના ઢગલાઓ અટકાવવા બાબતે ચર્ચાઓ થઈ હતી.