રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠીને મોરબી જિલ્લામાં શાંતિ જળવાઈ રહેત તે અનુસંધાને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા સૂચનો કરેલ હોય જે અંગે કાર્યવાહી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે જુના ઘુંટુ રોડ પાસેથી બે ઇસમોંને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના કુબેર સિનેમા પાછળ રહેતા કરણભાઇ કુંવરજીભાઇ વિકાણી તથા વાંકાનેરના દલડી ખાતે રહેતા નિર્મળભાઇ જાદવભાઇ વિકાણી નામના યુવકો મોરબી તાલુકાના જુના ઘુંટુ રોડ, સોના સિરામીક પાસેથી દારૂના જથ્થા સાથે નીકળવાના હોવાની માહિતી મળતા મોરબી તાલુકા પોલીસની ટીમે વોચ ગોઠવી બંને આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની ૦૩ બોટલોનો રૂ.૧૦૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે બંને વિરુદ્ધ પ્રોહી. એકટ કલમ-૬૫(એ)(એ), ૧૧૬(બી), ૮૧ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.