મોરબી જિલ્લા ઉમિયા પરિવાર દ્વારા દર વર્ષે રજત જયંતિ નામે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૨૫-૧-૨૦૨૩ ના રોજ આ સમુહલગ્નનું ચાંચાપર ખાતે આયોજન કરવામાં આવ્યું છે,
ઉમિયા પરિવારના જણાવ્યા અનુસાર, ઉમિયા માતાજીની અસીમ કૃપાથી શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રજત જયંતિ સમૂહ લગ્નોત્સવ ચાંચાપર ગામ મુકામે આગામી સંવત ૨૦૭૯ મહા સુદ-૪, બુધવાર ને તા. ૨૫-૧-૨૦૨૩ ના રોજ યોજવામાં આવનાર છે. જે શુભ પ્રસંગે નવદંપતિને આશિર્વાદ આપવા ગ્રામજનોને પધારવા મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ મોરબી તથા નવદંપતિના માતા-પિતા દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ત્યારે સમૂહ લગ્નોત્સવના માંગલિક પ્રસંગોની વાત કરવામાં આવે તો તા. ૨૪-૧-૨૦૨૩ના રોજ સાંજે:૩-૧૫ કલાકે ગણેશ સ્થાપના/મંડપ મુહુર્ત, તા. ૨૫-૧-૨૦૨૩ના રોજ સવારે ૬-૦૦ કલાક પહેલા જાન આગમન, તા. ૨૫-૧-૨૦૨૩ના રોજ સવારે : ૬-૩૦ કલાકે સામૈયુ, તે જ દિવસે સવારે : ૭-૩૦ કલાકે હસ્ત મેળાપ, જે બાદ સવારે : ૧૦-૦૦ કલાકે આશિર્વચન અને બપોરે : ૧-૦૦ કલાકે કન્યા વિદાય કરવામાં આવશે.