મોરબી જિલ્લામાં વર્લીફીચરનો જુગાર રમતા-રમાડતા શખ્સો અવાર-નવાર પકડાતા હોય છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી તો હવે એવું લાગી રહ્યું છે કે, લોકો માટે જુગાર રમવી એક સામાન્ય બાબત થઈ ગઈ છે. ત્યારે ગઈકાલે માળીયા મી. પોલીસની ટીમે વાગડીયા ઝાપા બાજુમા આવેલ પોસ્ટ ઓફિસની બાજુમા રેઇડ કરી વર્લીફીચરનો જુગાર રમતા-રમાડતા 6 શખ્સોને પકડી પાડ્યા છે. જયારે એક એક શખ્સને પકડવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મી. પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વાગડીયા ઝાપા બાજુમા આવેલ પોસ્ટ ઓફિસની બાજુમા અમુક લોકો જાહેરમાં ગેર કાયદેસર રીતે વર્લી ફીચરના આંકડા પોતાના ગ્રાહકો પાસેથી લખી પૈસાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી વર્લીફીચરનો જુગાર રમતા-રમાડતા
માળીયા મી.ના જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તારમાં રહેતા કાસમભાઇ હુશૈનભાઇ સંધવાણી, માળીયા મી.ની અલીફ મસ્જીદ સામે રહેતા મુસ્તાકભાઇ સુભનભાઇ જેડા, મેઇન બજાર પાસે રહેતા હિતેશભાઇ નારણભાઇ ચાવડા,જખરીયા પીર વિસ્તારમાં રહેતા વલીમામદભાઇ કરીમભાઇ જેડા, નાની બરાર પાસે રહેતા કાળુભાઇ મનજીભાઇ મકવાણા તથા કુંભારવાસમાં રહેતા બળદેવભાઇ બીપીનભાઇ વાણીયા નામના શખ્સોને પકડી પાડ્યા છે. જયારે જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તારમાં રહેતા હુશૈનભાઇ કાસમભાઇ સંધવાણી નામનો શખ્સ સ્થળ પરથી મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જયારે પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી વર્લીના આંકડા લખેલ સાહીત્ય તથા રોકડા રૂપીયા ૧૦,૦૨૦/- તેમજ ૩ મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા ૧૪,૦૨૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે. અને તમામ સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨-અ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.