માળીયા મીં.ના બગસરા ખાતે રહેતી કિશોરીએ બે દિવસ પહેલા પોતાના ઘરે રૂમમાં ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, માળીયા મીં.ના બગસરા ખાતે રહેતી ૧૭ વર્ષીય કિશોરીએ ગત તારીખ ૦૧/૦૨/૨૦૨૩ ના રોજ પોતાના ઘરે કોઇ પણ કારણોસર ગળેફાસો ખાઇ આપઘાત કર્યો હતો. જેને લઈ તેના પરિવારજનોએ કિશોરીને હોસ્પિટલ ખાંસી હતી. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે કિશોરીને તપાસી મૃત જાહેર કરી હતી.માળીયા મીં. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.