મોરબીમાં હથિયારો સાથે હુમલો કરવાના બનાવો રોજ બરોજ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બનવા પામ્યો છે.
જે બનાવની વિગત અનુસાર ગત તા.૦૫ /૦૨ ના રોજ રાત્રીના સમયે મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ પાસે હરિઓમ પાર્કમાં રહેતા ફરિયાદી ના પિતા ધર્મેન્દ્રસિંહ ઝાલા એ અમિત દિલીપભાઈ સારલા (ઉ.વ.૧૯ ધંધો .સ્પા રહે.યમુનાનગર શેરી નં.૩ મોરબી) નામના આરોપીને રોડ પર ગાળો બોલવાની ના પાડી હતી જે બાદ આરોપી ઉશ્કેરાઇ જઈને ફરિયાદીના પિતાને ઢીકા પાટુ નો માર મારવા લાગ્યો હતો જે દરમિયાન આરોપીએ ફરિયાદીના પિતા છરી વડે હુમલો કરતા ફરિયાદી વચ્ચે આવી જતા છરી નો ઘા ફરિયાદી ને લાગ્યો હતો જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલે ખસેળવામાં આવ્યા હતા જે મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ફરિયાદી દક્ષરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.