Friday, October 18, 2024
HomeGujaratમોરબીના ત્રણ અને ટંકારા ના એક મળી કુલ ચાર વોન્ટેડ આરોપીઓ પર...

મોરબીના ત્રણ અને ટંકારા ના એક મળી કુલ ચાર વોન્ટેડ આરોપીઓ પર ઇનામ જાહેર કરાયું

મોરબી જિલ્લાના સીટી એ ડિવિઝન પોલીસ મથકના કુખ્યાત અને હાલમાં પોલીસ થી નાસ્તા ફરતા મોરબી સીટી એ ડિવિઝન ના ત્રણ અને ટંકારા પોલીસ મથકના એક આરોપી પર ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

જેની વિગતવાર માહિતી અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા ઈનામી વોન્ટેડ આરોપીઓની યાદી જાહેર કરવામા આવી છે જેમાં મોરબી સીટી એ ડિવિઝન માં અગાઉ પણ અનેક ગુનાઓ માં ઝડપાઇ ચુકેલા અને હાલમાં ગુજસીટોક ના ગુનામાં નાસ્તા ફરતા આરોપી આરીફ ગુલમામદ મીર પર રૂપિયા ૧,૦૦,૦૦૦( એક લાખ) નું ઇનામ jaher કરવામાં આવ્યું છે તેમજ મકસુંદ ગફુરભાઈ સમા પર રૂપિયા ૪૦,૦૦૦(ચાલીસ હજાર)નું , કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઈ મતવા પર રૂપિયા ૩૦,૦૦૦(ત્રીસ હજાર)નું અને ટંકારા પોલીસ મથકના વોન્ટેડ આરોપી કમલેશ કુંટિયા પર રૂપિયા ૨૦,૦૦૦(વિસ હજાર) નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!