મોરબીમાં વધુ એક અસામાજિક તત્વોનાં આતંકનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવકે લીધેલ મકાનની લોનનો એક હપ્તો ચુકી જતા ફાયનાન્સ કંપનીના રીકવરી એજન્ટે યુવકને પોતાની ગાડીમાં પકડી જઈ ગાળો ભાંડી મૂંઢ ઈજાઓ પહોંચાડી મકાનની લોનનો હપ્તો ન ભરે તો ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, સ્કાય મોલ સામે પી.જી.ક્લોક લીમડા પાનવાળી શેરી શનાળા રોડ મોરબી ખાતે રહેતા સંજયભાઇ ધનજીભાઇ વિડજા ખાતે રહેતો યુવક ગત તા-૨૦/૦૩/૨૦૨૩ ના રોજ પોતાની માલીકીની GJ-03-KP-6365 નંબરની મહીંદ્રા કેયુવી લઇને પોતાની ઘરે જતા હોય તે વખતે રૂતુરાજસીંહ (રહે-મુળ ધુળકોટ ગામ તા.હળવદ જી.મોરબી હાલ રહે-મોરબી) નામના ફાયનાન્સ કંપનીના રીકવરી એજન્ટે ફરીયાદીએ પોતાની માલીકીના મકાનની લોનનો ચાલુ માસનો હપ્તો નાણાકીય સગવડ ન થતા ભરવાનો બાકી રહી ગયેલ હતો.રૂતુરાજસીંહ તથા તેની સાથે આવેલ તેના ત્રણ અજાણ્યા માણસોએ સફેદ કલરની ગાડીમા આવી ફરીયાદીની ગાડી આગળ પોતાની ગાડી અવરોધરૂપ ઉભી રાખી પોતાની ગાડીમાંથી ઉતરી ફરીયાદીને ભુંડી ગાળો બોલી મુંઢમાર મારી બળજબરી પુર્વક તેની ગાડીમાથી ઉતારી પોતાની ગાડીમા બેસાડી લઇ જઇ બધા માણસો ભુંડી ગાળો બોલી પ્લાસ્ટીકના પાઇપ વડે ફરીયાદીને શરીરે આડેધડ મુંઢ માર મારી મકાનની લોનનો હપ્તો ન ભરે તો ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી ફરીયાદીની ગાડીની ચાવીનો તેના પર જ ઘા કરી પોતાની સાથે લઇને આવેલ સફેદ કલરની ગાડીમા બેસી નાસી જતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.









