Thursday, December 26, 2024
HomeGujaratમાળીયા મી. માં પત્ની રિસામણે વઈ જતા ઉશ્કેરાયેલ પતિએ કર્યો સસરા પર...

માળીયા મી. માં પત્ની રિસામણે વઈ જતા ઉશ્કેરાયેલ પતિએ કર્યો સસરા પર છરી વડે હુમલો કર્યો

મોરબી જિલ્લામાં વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. જેમાં પત્ની રિસામણે વઈ જતા ઉશ્કેરાયેલ યુવકે છરી વડે વૃદ્ધ પર હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે સમગ્ર મામલે માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મી.નાં પીપળાવાસ બાપુની ડેલી પાસે રહેતા જુમાભાઇ ભારાભાઇ મોવર નામના વૃદ્ધની દીકરીનું પોતાના પતિ સાથે કોઈ ઝગડો થતા હાલ રીસામણે હોય જે બાબતનુ વૃદ્ધના જમાઈ યાસીન જુસબભાઇ જામ (રહે માળીયા મીં જામનગર રોડ ઉપર તા.માળીયા મીં જી મોરબી)એ મન: દુખ રાખી એકદમ ઉશકેરાઇ જઇ વૃદ્ધ સાથે ઝપાઝપી કરી ભુડા બોલી ગાળો દઇ આરોપીએ પોતાની પાસે રહેલ છરી વડે વૃદ્ધને ડાબા હાથમા મારી ઇજા કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જો કે, આરોપી ફરાર થઈ જતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!