Monday, December 23, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં કોરોનાની વધી રફતાર : આજે નવા 23 કેસ સામે કોઈ...

મોરબી જિલ્લામાં કોરોનાની વધી રફતાર : આજે નવા 23 કેસ સામે કોઈ ડિસ્ચાર્જ ન થયું

મોરબી જિલ્લામાં કોરોનાની રફતાર વધી રહી છે. જિલ્લામાં આજે ફરી નવા 23 કેસ નોંધાયા છે. સામે એક્ટિવ કેસ 150 નજીક પહોંચવા આવ્યા છે. આમ થોડા જ દિવસોમાં કોરોનાએ વરવું સ્વરૂપ લઈ લીધું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે 1065 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 23 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મોરબી ગ્રામ્યમાં 11, મોરબી શહેરમાં 7 કેસ, વાંકાનેર શહેરમાં 1 અને ટંકારા-માળીયા ગ્રામ્ય વિસ્તારમાં બે-બે પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે હળવદ શહેર- ગ્રામ્ય, ટંકારા શહેર, માળિયા શહેર અને વાંકાનેર ગ્રામ્યમાં એક પણ કેસ નોંધાયો નથી. જયારે આજે 23 પોઝીટીવ કેસ સામે એક પણ દર્દી ડિસ્ચાર્જ થયું નથી. તેમજ એક્ટિવ કેસની સંખ્યા 143 પર પહોંચી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!