Friday, October 18, 2024
HomeGujaratમાળીયા મી.પોલીસ મથકના દારૂના ગુનામાં ચાર માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

માળીયા મી.પોલીસ મથકના દારૂના ગુનામાં ચાર માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

રાજકોટ રેન્જ આઇજી તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન માળીયા મીયાણા વિસ્તારમાં વિદેશી દારુની હેરાફેરીના ગુનામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પકડી પાડતી કાયદેરાંની કાર્યવહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર,  મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે મોરબી એલ.સી.બી. પી.આઇ. ડી.એમ.ઢોલને સુચના આપતા જે અન્વયે એલ.સી.બી. પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તેમજ નાઇટ રાઉન્ડ દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે મળેલ હકિકત આધારે માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂની હેરાફેરીના ગુનાનો નાસતો ફરતો આરોપી પીરાભાઇ જોધાભાઇ ભરવાડ (રહે. હરીઓમ પાર્ક બ્લોક નં- ૧૧૨ મોરબી-હળવદ હાઇવે વીપુલભાઇ ભરવાડના મકાનમાં તા.જી.મોરબી મૂળ રહે.રાપર પાવર હાઉસ વિસ્તાર તા.રાપર જી.કચ્છ ભુજ)ને આજરોજ ઘુંટું ગામ નજીક હરીઓમ પાર્ક બ્લોક નં-૧૧૨ મોરબી-હળવદ હાઇવે વીપુલભાઇ ભરવાડના મકાન ખાતેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા મીયાણા પોલીસ સ્ટેશનને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!