Friday, October 18, 2024
HomeGujaratમોરબીમાં કોરોનાની ગતિ ધીમી પડી : સાત નવા પોઝિટિવ કેસ સામે ૨૧...

મોરબીમાં કોરોનાની ગતિ ધીમી પડી : સાત નવા પોઝિટિવ કેસ સામે ૨૧ દર્દીઓ ડિસ્ચાર્જ થયા

ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉંચકયો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે. કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે રોજિંદા સંક્રમિત દર્દીઓનાં વધારા સાથે ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યામાં પણ ખાસો વધારો થયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ, આજે જિલ્લામાં કોરોનાના કુલ 07 નવા પોઝીટિવ કેસ નોંધાયા છે. જેમાંથી મોરબી ગ્રામ્યના 05 અને શહેરી વિસ્તારના 01 તથા વાંકાનેર ગ્રામ્યનો 01 વ્યક્તિ કોરોના પોઝીટીવ આવ્યો છે. જયારે વાંકાનેર શહેર, હળવદ તાલુકા, ટંકારા તાલુકા અને માળીયા તાલુકા વિસ્તારમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો છે. જયારે મોરબીનાં 09 જયારે હળવદના 12 મળી કુલ 21 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. જેને લઈ હવે મોરબીમાં એક્ટિવ કેસની સંખ્યા 60 પર પહોંચી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!