Friday, October 18, 2024
HomeGujaratવાંકાનેરમાં માલ ઉતારવાનો રેકડો સાઈડમાં લેવાની કહેતા યુવકને ઈસમે પ્લાસ્ટીકનો ધોકો ઝીંકી...

વાંકાનેરમાં માલ ઉતારવાનો રેકડો સાઈડમાં લેવાની કહેતા યુવકને ઈસમે પ્લાસ્ટીકનો ધોકો ઝીંકી દીધો !

વાંકાનેરમાં મારામારીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે ગઈકાલે વચ્ચ રસ્તે પડેલ માલ ઉતારવાનો રેકડો સાઈડમાં લેવા જેવી નજીવી બાબતે યુવક અને ઈસમ વચ્ચે બોલાચાલી થતા ઈસમે યુવકને પ્લાસ્ટિકનો ધોકો ઝીંકી માર મારવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં મીલપ્લોટ શાંતીનગર ખાતે રહેતા જયદીપસિહ ભગીરથસિહ ગોહીલ નામનો યુવક ગત રોજ કેમીકલ્સ ભરેલ ટોલી લઇને હેમ પેઇન્ટ કારખાનામાથી નીકળી રહ્યો હતો. ત્યારે વિક્રમભાઇ પબાભાઇ સરૈયા (રહે હશનપર તા.વાંકાનેર) નામના ઈસમે માલ ઉતારવાનો રેકડો વચ્ચે નાખેલ હોય જેથી ફરિયાદી યુવકે તેને કહેલ કે “તુ અહીથી રેકડો લઇ લે” પરંતુ આરોપીએ રેકડો નહીં લઇ ફરિયાદીને જેમફાવે તેમ ગાળો આપી પ્લાસ્ટીકના ધોકા વતી ડાબા હાથના કાડાના ભાગે ઇજા કરી માર મારવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!